SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૧૬] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ અને વિહલની પાસેથી એ બે ચીજો લઈ લેવાનો પ્રયત્ન આદર્યો. હલ અને વિકલ્પ કેણિકની કુટનીતિથી પરિચિત હતા અને પિતાની શકિત અને સ્થિતિનું તેમને ભાન હતું, એટલે તે બને કણિકને સામને ન કરતાં પોતાના પિતામહ મહારાજા ચેટકની પાસે જતા રહ્યા, અને પોતાની બધી પરિસ્થિતિથી તેમને વાકેફ કરી પિતાનું રક્ષણ કરવાનું કહ્યું. કોણિકના તુચ્છ સ્વભાવથી મહારાજા ચેટક સુપરિચિત હતા અને તેની ઈચ્છાની આડે અવવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું સાહસ હતું એ પણ તે સારી રીતે જાણતા હતા. છતાં શરણુમતરક્ષણની ક્ષત્રિયવટની ભાવના તેમની રગેરગમાં વહેતી હતી. શરણાગતને જાકારે દેવામાં ક્ષત્રિયવટને કલંક લાગે ! અને એમાંય વળી આ શરણાગત તે પિતાની સગી પુત્રીના પુત્રો-પોતાના દૌહિત્ર જ હતા એટલે પછી તે વિચારવાનું જ કયાં રહ્યું ? એટલે તેમણે ગમે તે આફત આવે તેને સહર્ષ સામનો કરવાનો નિશ્ચય કરી, હલ વિહલને શરણ આપી નિર્ભય કર્યા. - આ તરફ કણિકને ખબર પડી કે હલ અને વિહલે પોતાના પિતામહ ચેટકરાજનું શરણ સ્વીકાર્યું છે ત્યારે તેના ગુસ્સાને પાર ન રહ્યો. તે એક અવિચારી રાજવી હતા, એટલે પિતાના નજીવા સ્વાઈની ખાતર પણ યુદ્ધ વહેરી લેતાં, હજારે પ્રાણોના નાશને કે પિતાની નિર્દોષ પ્રજાના અપાર નુકશાનને તેને વિચાર ન આવ્યો. તેણે ચેટક મહારાજા સામે-પેતાના પિતામહનો જ સામે-યુદ્ધ જાહેર કર્યું અને એક દિવસ તે વૈશાલીના પાદરમાં લાવલશ્કર સાથે આવી પહોંચ્યું. મહારાજા ચેક આ વખતે વૃદ્ધ થયા હતા-જીવનની છેલ્લી વીસીમાંથી તે પસાર થતા હતા. છતાં તેનાં શૂરાતન અને શકિતમાં હજુ એટ નહોતી આવી, ક્ષત્રિયવટનું શેણિત તેની નસોમાં હજુય વેગ પૂર્વક વહેતું હતું. પિતાની તીરંદાજી ઉપર તેને હજુય અટલ વિશ્વાસ હતું. અને પિતાના એક જ બાણે કેણિક ભૂમિચાટતે થશે તેની તેમને ખાત્રી હતી. પણ યુદ્ધભૂમિમાં આવતાં જ તેમના મનમાં અજય પલટો થઈ ગયે. આજને યુદ્ધદેવતા જાણે માનવસંહારને ધિકકાર ન હોય તેમ તેમને આ યુદ્ધ પ્રત્યે સખ્ત અણગમો જાગ્યે. અત્યાર સુધી, યુદ્ધ અને જય-પરાજયના મણકા ફેરવતું મન બિલકુલ અંતર્મુખ બની ગયું, અને આત્મસાધના ને આત્મશુદ્ધિના મણકા ફેરવવા લાગ્યું. જેમાં આટઆટલા નિર્દોષ પ્રાણીઓને સંહાર થાય તે યુદ્ધ અને તે યુદ્ધના નિમિત્તભૂત રાજય તરફ તેમને સખ્ત અણગમે જાગે. -અને એક સુભાગી પળે તેમણે શ નીચાં મૂકીને આત્મદમન કરીને આ પાર્થિવ શરીરને અંત આણવાને નિર્ણય કર્યો. તેમણે અણુસણ આદર્યું અને જ્યાં યુદ્ધભૂમિના લાડલોમાં આક્ત અને રાંદ્ર ધ્યાનની સંભાવના હતી ત્યાં ધર્મધ્યાનની નીસરણીએ ચઢીને પિતાના આત્માનું સાધન કરી એને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો. આ રીતે ધર્મવીર મહારાજા ચેટકે પિતાના પ્રાણના ભોગે હજારે નિર્દોષ જીવને સંહાર અટકાવ્યો ! અને પ્રભુ મહાવીરની અહિંસાને જયજયકાર થયો! મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટ, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy