SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ધમવીર ચેટકરાજ [ ૨૧૫] ગુરુને પ્રશંસા સાંભળીને ચેટકરાજ પાસે તેનું પિતાના માટે શું કર્યું. આ વખત દરમિઆન મહારાજા શ્રેણિકને હજુ પરમાત્મા મહાવીર-દેવને ધર્મોપદેશ મળે નહતા. એટલે તે હજુ આહપાસક થયા ન હતા અને મહારાજા ચેટક આ વાત જાણતા હતા એટલે પેતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પિતાની પુત્રીને તેમને શી રીતે આપી શકે? મહારાજા શ્રેણિક એક સમ્રાટ હતા અને એની સત્તા અને મહત્તાને કોઈ પાર નહોતો. આવા એક બળવાન રાજવીની માગણીને ઇન્કાર કરવામાં કેટલું જોખમ સમાયું હતું તે ચેટકરાજ બરાબર જાણતા હતા. પણ પિતાની પ્રતિજ્ઞા આગળ તેમને બીજા વિચાર કરવાના ન હતા. તેમણે પોતાના કુળની ઉગ્રતાના બહાને મહારાજા શ્રેણિકની માગણીને ઇન્કાર કરતાં જણાવ્યું કે “ વિવાહ સંબધ તે સમાન કુળની વચ્ચે જ શોભે ” - શ્રેણિક રાજા આ ઉત્તર સાંભળવા તૈયાર ન હતે. તેના ગુસ્સાએ મર્યાદા મૂકી. અને ચેટકરાજ ઉપર આફતનાં વાદળો ઘેરાવા માંડયાં. છતાં ચેટકરાજા ડગે એમ ન હતું. છેવટે અભયકુમારની બુદ્ધિથી, બળના બદલે કળને ઉપયોગ કરીને સુ ષ્ઠાને મેળવવી એવો નિર્ણય છે. કેટલાક પ્રયત્નના અંતે સુજયેષ્ઠાના મનમાં શ્રેણિકને વરવાની વૃત્તિ જાગૃત થઈ. પણ સુક્કાની પિતાની ઢીલના કારણે મગધરાજ સુષ્ઠાને બદલે ચિલ્લણાને લઈને રવાના થયા અને તે મગધની સામ્રાજ્ઞી બની બેઠી. પિતાની પુત્રી પરધર્મીને પરણે એ ચેટકરાજને મન મોત સમું હતું એટલે તેણે ચિલ્લણના આ પગલાને અયોગ્ય ગયું અને મહારાજા શ્રેણિક સાથે તેને સંબંધ વધુ કડવો બન્યા. - ૫૭ ચિલ્લણ પિતાના પિતાના મનને બરાબર જાણતી હતી. તેને ખબર હતી કે ચેટકરાજને શ્રેણિક પ્રત્યે વ્યક્તિગત અણગમો નથી પણ તેના પરધમ પણ પ્રત્યે અણગમે છે. વળી તે પોતે પણ જૈનધર્મના સંસ્કારોને તજવા તૈયાર ન હતી. છેવટે ચિલ્લણના પ્રયત્નથી અને બીજા અનેક સગાને લીધે મગધરાજ શ્રેણિક અહેતોપાસક બન્યા એટલે ચેટકરાજને કે ઓસરી ગયો. તે એક દાને દુશ્મન હતું એટલે દુશ્મનાવટનું કારણ દૂર થતાં તેને મિત્ર બનતાં વાર નહોતી લાગતી ! તેને મગધરાજ પ્રત્યે અણગમો જેતે રહ્યો અને બન્ને–સસરા જમાઈ-વચ્ચે સમાનધમપણાની લાગણીએ સ્નેહના અકુરો ઉભા કર્યા. પિતે મનથી માનેલ પતિને ન મેળવી શકી એટલે સુજયેષ્ઠાએ બીજા પુરૂષને પરણવાનું માંડી વાળ્યું અને પોતાના પિતા તરફથી મળેલા ધર્મસંસ્કારના બળે સંસારને ત્યાગ કરી આત્મસાધનાને માર્ગ લીધો. વખત જતાં મહારાષ્ટ્ર ચિલણાને ત્રણ પુત્ર થયાઃ કેણિક, હલ અને વિહલ. કેણિકની અયોગ્ય પ્રવૃત્તિઓથી કંટાળીને તેમજ તેના કાવાદાવા બંધ થાય તે માટે શ્રેણિકે પિતાની હયાતીમાં જ મગધની ગાદીને ત્યાગ કરીને કણિકને મગધરાજ બનાવ્યું અને હલ અને વિહલ્સમાંના પ્રથમને વીરવલય અને બીજાને સેચનક હાથી આપ્યો. કણિક તુચ્છ સ્વભાવને હતા. પિતાને સમગ્ર મગધનું રાજ્ય મળ્યા છતાં હસ અને વિહલને પિતાના પિતાએ વીરવલય અને સેચનક હાથી આપ્યા તે એને ન ગમ્યું, તે ગમે તે રીતે એ બેય વસ્તુઓ લઈ લેવા માગતા હતા, પણ જ્યાં સુધી મહારાજા શ્રેણિક જીવતા હોય ત્યાં સુધી તેમ કરવામાં તેને ડહાપણ ન લાગ્યું. પણુ કાળાંતરે મહારાજા શ્રેણિકનું મરણ થતાં જ બેટાં બહાનાં ઉભાં કરીને તેણે હલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy