________________
[૨૧]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ :
“કાસદ, એ સોળ સોળ રત્નકંબલ મેં ખરીદેલી પણ મહારાજા શ્રેણિકની નગરીની આટ વધારવા મારી વહુઓએ એની સામે ચીરીને, પગ લૂછીને ખાળમાં ફેંકી દીધી. રાજાજીને કહેજો કે બીજી કામસેવા ફરમાવે !”
કાસદ નમસ્કાર કરી રવાના થશે. થોડીવારમાં એ પાછો ફર્યો. એ સંદેશ લાવ્યા હતે, કે ખૂદ રાજાજી હાથીની અંબાડીએ ચઢી નગરશેઠની મુલાકાતે આવે છે.
ધન્યભાગ્ય મુજ રકના ! આજ આ પ્રાસાદ રાજાજીના ચરણરજે પાવન થવાને. - માતા ભદ્રાશેઠાણીએ સ્વાગત માટે આજ્ઞા આપી દીધી. જોતજોતમાં રાજશાહી સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ.
ભદ્રાશેઠાણી પ્રાસાદની સાતમી મંજીલ પર આરામ કરતા પુત્રને ખબર આપવા અને રાજાજીનું સ્વાગત કરવા તૈયાર થવાનું કહેવા ગયાં. નગરશેઠ શાલિભદ્ર એક વિરાભાસન પર આરામ લઈ રહ્યા હતા. દેવાંગના જેવી બત્રીય સ્ત્રીઓ આસપાસ વીંટળાઈ વળી હતી. કેઈ ઉચાં અત્તર લગાવતી હતી. કેઈ પો ઢળતી હતો. કોઈ ગીત ગાતી હતી. કોઈ નૃત્ય કરતી હતી. સ્વર્ગનું સુખ જાણે અહીં જ મૂત થયું હતું.
બેટા, વધામણી આપવા આવી છું.” ભદ્રાશેઠાણુએ ઉપર આવતાં કહ્યું. “શું છે, માતાજી !” શાલિભદે પ્રશ્ન કર્યો. શું શાલિભદ્રનું રૂપ! કામદેવને બીજો અવતાર!
બેટા, આજે શ્રેણિક મહારાજા આપણે ઘેર પધારે છે.” “ માતાજી, એમાં મને શું પૂછો છે? તમારી વ્યવસ્થામાં મેં કયે દિવસે માથું ભાયું ? શું શ્રેણિક મટે વેપારી છે? તે એને આપણું મેટી વખારે ઉતારે આપો.”
ભદ્રાશેઠાણી હસ્યાં. પાસે જઈ પુત્રના મસ્તકને સંઘતા કહ્યું: “બેટા, આપણા રાજાજી આવે છે. મગધના પતિ મહારાજ શ્રેણિક પધારે છે.”
“શું માતાજી, મારે માથે પણ રાજા છે ?” “હા, બેટા !”
“ ત્યારે તું મને કહેતી હતી, કે બેટા, અહીં જ સ્વર્ગ છે. તને કઈ રોકટોક કરનાર નથી. આ બધું તારું છે. તું સ્વતંત્ર છે. શું એ બધું ખોટું હતું ? મારે માથે પણ રાજા છે ?” ઊંઘમાંથી કોઈ સફાળે જાગતું હોય એવી દશા શાળિભદ્રની હતી.
“બેટા, એમાં શું નવાઈ લાગે છે? સહુને માથે રાજા તે હોય જ ને!”
“એટલે આટઆટલી સહયબી છતાં, એશ્વર્યા છતાં બધું ગુલામીથી મિશ્રિત ! મારે માથે રાજા !”
દુનિયામાં દરેકને માથે રાજા હોય, મારા બેટા ! પૃથ્વીની વાત તે શું કહું, વર્ગમાં પણુ રાજા હોય છે ને !”
“શું ત્યારે સ્વતંત્રતા ક્યાંય પણ નથી?”
“અવશ્ય છે, બેટા ! અને તે ત્યાગીપણામાં અને એક્ષપ્રાપ્તિમાં ! પણ આપણને એ. બધું દુર્લભ.”
“મા, મારા માથે રાજા હોય, એ વિચાર જ મારાં આ સુખને દુઃખમય કરી નાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org