SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અફ ૧-૨ ] દેશ શ્રાવકો [ ૧૮૫ ] અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજના અને મિત્રા રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં દ્રુતપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યાં. આ અવસરે વિશાલ પદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ધણા ખુશી થય', અને સ્નાન કરી-શુદ્ધ ચક્રને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવેાના ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે~~ भजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणंपि जंतूणं ॥ तत्थवि अणत्थाहरणं, दुलर्ह सद्धम्मवररयणं ॥ १ ॥ અ —આ સૌંસાર સમુદ્રમાં ભટકતા જીવાને મનુષ્યપણું પામવું દુર્લભ છે, ( કારણુ કે નિ`લ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્િતપદ મળી શકે છે. અને નાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્ય ગતિમાં જ થઇ શકે છે) તેમાં પણ અનના નાશ કરનારૂ અવિચ્છિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત જૈનધર્માંરૂપિ (ચિંતામણિ ) રત્ન મળવુ વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કા જરૂર નાશ પામે. એમ ધર્માંરૂપિ ચિંતામણિરત્નની આરાધના કરનારાં ભવ્ય જીવાનાં પણ, આ ભવમાં અને પરભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તે જરૂર વાસ્તવિક સુખનાં સાધના સેવીને અખડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવાને અટકાવે અતે સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સવિરતિધમ અને ૨ દેશિવરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનુ બેર ટે, તેમ તેમ જીવ દેશિવરિત, સધરતિ આદિ ઉત્તમ ગુણાને સાધી શકે છે. નિર્મલ ત્યાગશ્ચમની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણાના આવિર્ભાવ થઇ શકતા નથી, આથી જ તીથ કરાદિ અનંતા મહાપુરૂષોએ આ પંચ મહાવ્રતમય સર્વાંવિતિની આરાધના કરી પરમ પદ મેળવ્યુ છે. આ ઉત્તમ સર્વાતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવેએ યથાશકિત દેશિવરતિ ધર્મની આરાધના કરવી જોઇએ. દેશિવરતિની નિર્મૂલ યાગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મેાડા આઠમે ભવે તા જરૂર મુકિતપઃ પામે છે. આવી નિર્દેલ દેશના સાંભળીને આનંદશ્રાવકને શ્રદ્ધાગુણુર પ્રકટ થયા. તેમને ખાત્રી થઇ કે પ્રભુદેવે જે ખીના કહી છે, તે નિઃશ'ક અતે સાચી છે. પાતાના મિથ્યાત્વ શત્રુને પરાજય થવાથી ખુશી થઇને તેમણે પ્રભુદેવને કહ્યું: ‘ હું પ્રભા, આપે કરમાવેલો ધર્મ મને રૂચ્યા છે, હું ચોકકસ માનું છું કે—સસાર કેદખાનુ છે. અને ખરૂં સુખ સર્વસયમની આરાધના કરવાથી જ મલી શકે છે. પરંતુ મેાહનીય કર્મની તથા. પ્રકારની એાક્ષ નહિ થયેલી હાવાથી હાલ હું ચારિત્રધમને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશિવરતિ ધને અંગીકાર કરવા ઇચ્છું છું.' પ્રભુદેવે કહ્યું ૨ આથી સમજવાનુ' મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભેામાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધાપામેલા જીવાની ગણત્રીમાં માનદ શ્રાવકને જરૂર ગણવા જોઇએ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy