SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨] સાવાહ રહેતા હતા. પાટલીપુત્ર [ ૧૮૧ ] તથા વેશ્યાએમાં અગ્રેસર દેવદત્તા નામની ગણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક છ મહારાજે ભાષ્ય સહિત તત્ત્વાર્થ સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉમાસ્વાતિ મહારાજા કૌભીષણ ગાત્રના હતા અને સંસ્કૃત પાંચસા પ્રકરણેાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્વાનને સાષ પમાડે તેવી ચેારાસી વાદશાળાએ હતી. આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તર ંગા જ્યાં ઊછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે. આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતી ઢગલાઓનુ`) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસ ંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી. પ્રાતિપદ મહારાજ વગેરે શ્રા સંધ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુકત થશે તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધદત્ત, જિતશત્રુ, અને મેધધેષ વગેરે રાજાએ પશુ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નદરાજાનું નવાણુ કે ટિ દ્રવ્ય સ્થાપન કરેલું છે એવા, પાંચ સ્તૂપો છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઇચ્છાથી અ! સ્તૂપાની ઉપર ધણાએ હુમલા કર્યા એટલે ઉખેડી નાખવાના પ્રયા કર્યાં, પણ તે બધા પયત્ના સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં કાવી શકયા નહીં. આ જ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી. ભદ્રબાહુસ્વામી, આ મહાગિરિજી, આ સુદ્ધસ્તિ સૂરિજી, વજીસ્વામી વગેરે પૂજ્ય પુરૂષો વિચર્યો હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી. પ્રાતિપદમૂરિ મહારાજ વગેરે પૂજ્ય પુરૂષો વિચરશે. વળી મહાધનવત ધનનામના શેઠની પુત્રી રૂકિમણી કે જે વસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજ્રસ્વામીએ પ્રતિધ પમાડીને અહીંયાં દીક્ષા આપી હતી. આ જ નગરમાં અભયા રાણી કે જે મરીને વ્યન્તરીપણે ઉત્પન્ન થઇ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારવાર ઉપસર્ગ કર્યા છતાં પણ ચલાયમાન ન થયા અને શીલ ધર્મની કસોટીમાં સ ંપૂછ્યું વિજયશાળી ને વડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કાસ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીયાં જ ચતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી છએ રસવાલો આહાર વાપરતા હતા અને કાસ્યા વેશ્યાને તીવ્ર અનુરાગ હતો છતાં પણ તેમણે પરમશીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યા હતા. તેમની સ્પર્ધાથી સિંહ ગુઢ્ઢાવાસી ૭ 'વાચક' શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વના જ્ઞાન સિવાય · વાચક્ર ' પદવી મળી શકે જ નહી' એવા વ્યવહાર હતા. હ્યુ છે કે. : वाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकठ्ठे । पुण्वगयंमि य सुत्ते ए ए सहा पयट्टेति । અર્થાત્ વાદીપદવી, ક્ષમાશ્રમપદવી. દિવાકરપદવી કે વાચકપદવી એ ચારમાંથી ઈપણ પદવી પૂગત જ્ઞાન હોય તે જ મળી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy