SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭$] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક पाटलाडु पवित्रोऽयं महामुनिकरोटिभू: । एकावतारोऽस्य मूल- जीवश्चेति विशेषत : ॥ १ ॥ [ વર્ષ ૪ અર્થ –મહાજ્ઞાની એવા મહાત્માની ખેાપરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલુ છે અને - મહાપવિત્ર છે. અને વધારામાં ાણુવા લાયક ખીના એ છે કે વિશેષે કરીને આ ઝાડને મૂલના જીવ એકાવતારી છે. આ સાંભળીને રાજાએ કહ્યુ તે મહાત્મા કાણુ થયા, ત્યારે વૃદ્ધ નિમિત્તિઆએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કડું છું તે સાવધાન થઋને આપ સાંભળેા : ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામને વિષ્ણુપુત્ર મુસાફરી માટે નીકળ્યા હતા. તે અનુક્રમે કરતા કરતા એક વખત દક્ષિણ મથુરામાં આવ્યા, ત્યાં તેને જયસિંહ નામના વ્યાપારીના પુત્ર સાથે મિત્રાચારી થઇ. એક વખત મિત્રના આગ્રહથી તેના ધરે ભેજન કરવા માટે દેવદત્ત ગયો. ત્યાં તેના મિત્ર (જયસિંહ)ની અણુિકા નામની મ્હેન જમવાના થાળમાં ભેજન પીરસી ને વીજાથી દેવદત્તને પવન નાંખવા લાગી. આ વખતે દેવદત્ત તેનુ સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરકત ( આસકત ) થયા. ત્યાંથી ઘેર જઇ પોતાના ખાનગી નોકરો દ્વારા જયસિંહની પાસે અણુિકાની માંગણી કરી. તેઓની પાસેથી આ ખીના સાંભળીને ( અણુિકાના ભાઈ) જયસિંહૈ દેવદત્તના નાકરાને કહ્યું કે હુ મારા ઘરને છોડીને જે દૂર ન રહેતા હાય તેને મારી મ્હેન અણુિકા આપવા ( પરણાવવા ) ચાહુ છુ. તેમાં તાત્પર્ય એ છે કે હંમેશાં હુ બહેન અને અનેીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદત્ત રહેવુ જોઇએ, એ પ્રમાણે જો દેવદત્ત કબુલાત આપે તે હું આપવા ( પરણાવવા )ને તૈયાર છું. નાકરેએ આખીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યારબાદ જયસિંહૈ ઉત્તમ દિવસે દેવદત્તને પેાતાની બહેન પરણાવી. ત્યારબાદ તે સ્થાને રહેતા એવા તેની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યા. તે વાંયતાં તેની આંખામાં આંસુ આવ્યાં. આ બનાવ જોઇને અણુિકાએ રડવાનું કારણ પૂછ્યું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે પોતે કાગળ લઇ વાંચ્યા, આ કાગળમાં માતપિતાએ લખ્યું હતુ કે હે પુત્ર! અમે તે અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જો તારે અમારાં છેલ્લાં દન કરવાની ઈચ્છા હાય તે। જલદી આવવુ. આવી ખીના વાંચીને અણુકાએ પતિને આશ્વાસન આપ્યું અને પોતાના ભાઇને આગ્રહપૂર્વક સમજાવ્યેા, જેથી તેણે બંનેને જવાન! આજ્ઞા આપી. આ વખતે અકા સગભૉ હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અણુિકાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ બાળકનું નામ પાડવાની ખાઋતમાં · મારાં વૃદ્ધ માતા નામ પાડશે ' એમ દેવદત્ત પરિવારને જણુશ્યુ, જેથી દાસદાસસી વગેરે એ બાળકને અણિ કાપુત્ર એમ કહીને ખેલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પોતાના નગરમાં પહેાંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખેાળામાં બાળક સ્થાપત કર્યો. દેવદત્તની વિનંતીથી એ બાળકનું નામ તેઓએ સધીરણ પાડયું. તે પણ આ બાળક અણુિં કાપુત્ર 2 ૨. આ ઝાડનાં મૂળના છત્ર ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી તેભવમાં મેક્ષમાં જશે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy