SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [વર્ષ : શ્રી વર્ધમાનસ્વામી વિક્રમ સંવતથી અગાઉ ૪૭૦ વર્ષ પર ૭૨ વર્ષનું આયુ ભોગવી ચેથા આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે તે પાવાપુરી નગરીમાં આસો વદ અમાસની પાછલી રાતે મેક્ષે સિધાવ્યા. તે સમયના શ્રેણિક (બિંબિસાર), કેણિક (અજાતશત્રુ, ઉદાયી, ઉદાયન, ચેટક, નવમલિક જાતના રાજા નવલેચ્છિક જાતના રાજા, ઉજેણીના રાજા ચંડપ્રદ્યોતન, આમલક૯પાનગરીને રાજા વેત, પિલાસપુરને રાન વિજય, ક્ષત્રિયકુડને રાજા નવિન, વિતભયપટ્ટનને રાજા ઉદાયન, દશાર્ણપુરને રાજા દશાણું ભદ્ર તથા પાવાપુરીને રાજા હસ્તિપાલ ઇત્યાદિક રાજાએ શ્રી વીરસ્વામીના ઉપાસક હતા. મગધ દેશની રાજધાની મુખ્ય રાજગૃહનમરમાં હતી. ત્યાં વિક્રમથી અગાઉ લગભગ પાંચ વર્ષના સુમાર પર પ્રસેનજિત રાજા રાજ્ય કરતા હતા. તેની ગાદીએ શ્રેણિક રાજા થયો. શ્રેણિકને અભયકુમાર, મેઘકુમાર, કેણિક, હલ્લ, વિહલ વગેરે ઘણા પુત્રો હતા. અભયકુમાર ઘણો બુદ્ધિમાન હોવાથી તેને મંત્રીપદ મળ્યુ હતું. આ અભયકુમાર તથા મેવકુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, તેથી રાજ્યવારસ કેણિક થયે. તે રાજયવારસ હોવા છતાં તેણે અધીરા થઈ બાપને પાંજરામાં કેદ કરી પતે રાજગાદી પર બેઠે. પાછળથી એ બાબત પશ્ચાત્તાપ કરી બાપને કેદમાંથી મુક્ત કરવા ગયે, તેટલામાં શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રયોગે આપઘાત કરી મરણ પામ્યા. તેથી તે ઘણો દીલગીર થયે. અને આ શેકમાં તેણે રાજગૃહ છોડી ચંપપુરને રાજધાની કરી. કણક બાદ તેને પુત્ર ઉડાથી ગાદી પર બેઠો. તેણે ચંપાપુર બદલી પાટલીપુત્ર (પટણા) શહેરમાં રાજધાની સ્થાપી. આ ઉદાયી રાજાને પૌષધશાળામાં પિષહમાં એક અભવ્ય કેપટથી બાર વર્ષ સુધી સાધુના વેશમાં રહી દગાથી માર્યો. હવે રાજાને કોઈ કુંવર ન હોવાથી પંચદિવ્યથી રાજા પસંદ કરે છે. અને તે દિવ્યથી શુદ્રવંશી નંદરાજા રાજગાદી પર આવ્યું. વળી કપિલવસ્તુ નગરમાં શક્ય જાતને રાજા શુદ્ધોદન નામે રાજ્ય કરતા હતા. તેને શાકયસિંહ નામે પુત્ર હતું. તેનું બીજું નામ ગૌતમ ‘તુ. તેની માતાનું નામ માયાદેવી હતું અને સ્ત્રીનું નામ યશોધરા હતું. તેના સારથીનું નામ દક, ઘેડાનું નામ કઠક, પ્રધાન શિષ્યનું નામ આનંદ હતું. તેણે દીક્ષા લીધી અને બૌદ્ધધર્મ ચલાવ્યું. બુદ્ધ વિક્રમથી અગાઉ ૪૮૩ વર્ષ પર થઈ ગયા છે. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જ માલી ‘કમળ કરે એ વચાને ઉત્થાપક પ્રથમ નિહ્ન ૫ ધ. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૧ વર્ષે તિષ્યગુમ થયો, તેણે જીવના અન્ય પ્રદેશમાં છવ સ્થાપન કર્યો. એ બીજે નિવ થશે. શ્રી વી નિર્વાણાથી ૧૨ વર્ષે શ્રી ગૌતમસ્વામી મેક્ષે ગયા. , ૨૦ વર્ષે શ્રી સુધર્માસ્વામી ,, ,, , ૬૪ વર્ષે શ્રી જંબુસ્વામી , , , ૬૪ વર્ષે દશ બેલ વિચ્છેદ ગયા. તે આ પ્રમાણે – ૧ મન:પર્વવજ્ઞાન. ૨ પરમાવધિજ્ઞાન. પુલાલબ્ધ. ૪ આહારકલબ્ધિ. ૫ ક્ષપકશ્રેણ. ૬ ઉપશમશ્રેણિ. ૭ જિનક૫. ૮ સૂત્મપરાય ચારિત્ર, પરિવાર વિશુદ્ધિ ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર. '૮ કેવલજ્ઞાન. ૧૦ સિદ્ધગમન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy