SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજુસ્વામી [ભગવાન મહાવીરના શાસનના અંતિમ દશપૂર્વધરની જીવનકથા] લેખકઃ મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી પ્રસ્તુત છવનચરિત્ર એ કે રાસ ઉપરથી જવામાં આવેલ નથી, તેમજ કઈ એક કાપનિક કથા પણ નથી. પરંતુ આ ગૌરવભર્યા અતિહાસિક ચરિત્રની પાછળ, ઇતિહાસના જીવંત સ્મારક સમા, પૂર્વ મહર્ષિ એ પ્રણત અનેક મહાન ગ્રંથે અદ્યાપિ વિદ્યમાન છે. પ્રાચીન મહર્ષિની આ એતિહાસિક જીવનરેખાને દોરવા માટે, ભવ્ય ભૂતકાળના ઈતિહાસને કહેતાં મહાન ગ્રંથમાંથી જે કાંઈ પણ તરવભરેલા રજકણે એકત્રિત થઈ શકયા તેનું જ આ પરિણામ છે. શ્રીમાન વજસ્વામી ભગવાન કે જેઓ ચરમ તીર્થકર મહાવીર પ્રભુના શાસનમાં થયા તેઓનું જીવનવૃત્તાંત જનતાને લાભદાયક સમજી ટુંકમાં અહીં આપ્યું છે. - વીરૂપી તલાવડીમાં કમલ સમાન અને અહિંથી ઇદ્રપુરીની તુલના કરતે ટિ અવંતિ નામનો દેશ હતો કે જ્યાં લક્ષ્મી અને સરસ્વતી મિત્રતા કરીને રહેતી હતી. ત્યાં લક્ષ્મીદેવીના મહેલસમું તુંબવન નામનું નગર હતું. તે નગરમાં લક્ષ્મીના પુત્ર સમાન ધન નામના શેઠ રહેતા હતા. ઘણું લાંબા વખતે તે શેઠને ભાગ્ય ઉદયે એક તેજસ્વી પુત્ર રન પ્રાપ્ત થયું હતું. જ્યારે તે પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે તે શેઠને એટલા બધા ધનની પ્રાપ્ત થઈ કે જેથી તેને ઘરના આંગણામાં ધનના ઢગલા કરવા પડતા, તેથી તે પુત્રનું ધનગિરિ એવું યથાર્થ નામ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થાથી જ તેનું મન પંડિતની જેમ વિવેકથી કુશલ બનતું જતું હતું. અનુક્રમે તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા છતાં બાલપણુથી મહાત્મા પુરૂષોના સંગમાં આવેલ હોવાથી તે પરણવાને બિલકુલ ઈચ્છતું ન હતું, એટલું જ નહિ પગ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બ્રહ્મચર્યના પરિણામને સ્વર્ગ અને મોક્ષના ફલરૂપ તે જાતે હિતે, તેથી તેને વિવાહ કરવા ઉત્સુક થયેલા તેનાં માતાપિતા ધનગિરિ માટે જે જે કુળમાં કન્યાની માગણી કરતાં ત્યાં ધનગિરિ પોતે જ જઈને કહેતા કે હું મોક્ષમંદિરમાં ચઢવા માટે નીસરણરૂપ શ્રી અરિહંતદેવે પ્રરૂપેલ શુદ્ધ ચારિત્ર અંગીકાર કરવાનો છું. માટે તમે વિચાર કરજે, આ પ્રમાણે કહ્યા પછી મારે દેષ નથી.” તે નગરમાં ધનવાન ધનપાલ નામનો એક શેઠ વસતે હતે. તેને આ સમિત નામે એક સુલક્ષણ પુત્ર અને સુનંદા નામે અસરા સમાન પુત્રી હતી. કમશઃ સુનંદાને યૌવનને પ્રાપ્ત થયેલ જોઇને તેના પિતાએ તેના માટે ધનગિરિને, એગ્ય વર તરીકે ધારી લીધે. પુત્રીએ પણ પિતા પાસે યાચના કરી કે હે પૂજ્ય, મારાં લગ્ન કરવાની આપની ઈચ્છા જ હોય તે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy