SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ [ ૧૩૩] કેવલિમુકિત ઇત્યાદિ પ્રાચીન દિગમ્બરનાં વાદળોની ચર્ચા ગ્રન્થકાર મહર્ષિએ જતી કરી ગયો. બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મના ખંડન સંબંધી ઉપાધ્યાય શ્રીમાન યશોવિજયજીને જમ્બર પ્રયાસ હઈ ગ્રન્થકારે તે વિષયમાં ખાસ માથું ન મારતાં વિશેષે “ વ્યવહારનું સ્થાપન, જિનપતિમાને મુકુરાદિ આભૂષણનું આરોપણ તથા દિપટ ચોરાશી બેલનું પ્રતિપક્ષી નવીન બેલે વડે નિરાકરણ કરવાને પ્રશસ્ય પ્રયત્ન આ ગ્રન્થમાં પ્રધાનપણે કર્યો હોય તેમ ગ્રન્થના અભ્યાસકોને સ્પષ્ટ ભાસ થાય છે. આ ગ્રન્થની ખાસ વિશિષ્ટતા તે એ છે કે ગ્રન્થકાર મહારાજાએ જે વિષયની ચર્ચા કરી છે તે પ્રત્યેક વિષયની ચર્ચામાં સ્વદશનીય શાસ્ત્રોના પાટે ની અપેક્ષા એ, ગોમસાર, દર્શનસાર, લાચાર, શ્રાવકચાર, તરાર્થરાજવાર્તિક વગેરે ગિરના જ સંખ્યાબંધ ગ્રન્થની સાક્ષિઓ આપવાને યત્ન કર્યો છે. એ એક અતિ મહત્ત્વનું કાર્ય હોવા ઉપરાંત પ્રતિપક્ષ દર્શનના વિપુલ જ્ઞાનને સજજડ પુરાવો છે. ગ્રન્થરચનાનું પ્રયોજન તેમજ ગ્રન્થની ઉપયોગિતા ગ્રન્થકાર મહામાએ આ ગ્રન્થની રચના શ્રીમાન કલ્યાણવિજયજી નામના સાધુના બેધાર્થે તેમની જ પ્રેરણાથી કરી છે એમ ગ્રન્થના અંત ભાગમાં અપાયેલ પ્રશસ્તિના પંચમ લોકથી સમજી શકાય છે. કેટલાક શાંત સ્વભાવી વિદ્યાનેને આ સ્થળે એ પણ વિચાર આવશે કે આત્માને અમુક અંશે કલુષિત કરવાવાળા આવા ખંડન-મંડનાત્મક ગ્ર રચવાની શી જરૂર છે? તે તેવા વિચારના સમર્થનમાં સમજવું જોઈએ કે જે અવસરે શુદ્ધ સનાતન એવા સ્વદર્શન ઉપર પ્રત્યાઘાત થતા હેય અલ્પજ્ઞની મિથ્યાષ્ટિઓ પિતાના બાહ્યાડંબરથી મુગ્ધ જનતાને અવળે રસ્તે દોરતા હોય તેવા અવસરે શક્તિસંપન્ન આત્માઓ જે શાંતવૃત્તિનું અવલંબન લે તો તે સાચી શાન્તવૃત્તિ નથી, કિન્તુ આત્માના ભાવિ ગુણે ઉપર કુઠારાઘાત કરનારી છે. આવી મૌનવૃત્તિનો એ અલ્પજ્ઞાનીઓ કેવો લાભ ઘે છે, તે અનુભવીઓથી અજાણ્યું નથી. અહિં પણ બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મથી લોકસમૂહનું તે તરફ વિશેષ આકર્ષણ થયું હોય, તે અવસરે મુનિવર કલ્યાણવિજયજીની જનતાને શુદ્ધ માર્ગ જણાવવા માટે પ્રેરણું થઈ હોય, અને તેથી જ લે કકલ્યાણની બુદ્ધિથી ગ્રન્થકાર મહર્ષિ વડે આ ગ્રન્થ રચાયું હોય તેમાં ભલે કદાચ યતુકિંચિત આસમાને ઉત્તેજિત-તીવ્ર થવાને પ્રસંગ આવે, પરંતુ પ્રશસ્તા–પ્રશસ્ત કષાયના સ્વરૂપને ધ્યાનમાં રાખવા પૂર્વક પરિણામ તરફ દૃષ્ટિ સ્થાપન કરવામાં આવે તો એક વખત આવા ગ્રન્થો માટે ના પાડનારા વિદ્વાનો પણ આવા ગ્રાની આવશ્યક્તા ખાસ સ્વીકારે. દિગમ્બરના ખંડન સંબંધી પ્રાચીનાચાર્ય વિરચિત અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ વિધમાન છતાં ગ્રન્થકાર મહાત્માએ જે આ ગ્રન્ય રચનાનો પ્રયાસ કર્યો છે, તેમાં પ્રાચીન દિગમ્બરની અપેક્ષાએ, આ નવીન દિગમ્બરની ઉત્પત્તિનો સમય, ઉત્પાદપુરૂષ, ઉત્પત્તિસ્થલ, મન્તવ્યની ભિન્નતા તેમ જ શુષ્ક અધ્યાત્મવાદ તરફ લોકોનું આકર્ષણ વગેરે જણાવવા પૂર્વક તેને નિરાસ કરવા માટે કરેલ હોઈ સંપૂર્ણ સફળ છે આ યુકિતપ્રબોધ”ની કેટલી ઉપયોગિતા છે તે તે ગ્રન્થનું સાધન નિરીક્ષણ કરવાથી, | Jain Education વિષયાનુક્રમને ખ્યાલમાં લેવાથી તેમ જ સાડાત્રણ સો ઉપરાન્ત સાક્ષિણ્યની હારમાળા
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy