________________
અંક ૧-૨]
યુકિતપ્રબંધ નાટકનો ઉપક્રમ
[૧૨૯ ]
એમ કરવા જતાં સૂત્રના પાઠોની સાથે વિસંવાદ આવવાથી “ અરિહંત પરમાત્માઓએ અર્થરૂપે પ્રકાશેલા અને ગણધર મહર્ષિઓએ સૂત્રરૂપે ગુંથેલા આગમો વિચ્છેદ પામ્યા છે; તથા વેતામ્બરેના અગમે કલ્પિત આગમો છે, પરંતુ ગણધર ગુંફિત આગમે નથી” એવા પ્રકારને ઉદ્યય જાહેર કર્યા, પરંતુ કોઈ પણ શાસ્ત્રના અવલંબન વિના ધાર્મિક પ્રવૃત્તિ યથાર્થ ચાલશે નહિ એમ ૫ણી શ્વેતામ્બરાચાર્ય તરીકે જ પ્રસિદ્ધ થયેલ વાચકવર્થ ભગવાન ઉમાસ્વાતિ પ્રણીત શ્રી તવાર્થાધિગમ સૂત્ર નામના ગન્થને પિતાના મુખ્ય શાસ્ત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત પિતાને પ્રતિકૂલ અને વેતામ્બરોને અનુકૂલ તે ગન્યના કેટલાક પાઠોને ફારફેર કરવાનું ભયંકર પાતક ઉપાર્જન કર્યું. એમ એકંદર ૮૪ વિવાદસ્થાને ખડા કર્યા જે “ દિકુટ ચેરાશ બેલ' તરીકે પ્રસિદ્ધ છે. અને તે સર્વ બેલેનું ખંડન ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયજી શ્રીમાન યશવિજયજી મહારાજે અધ્યામમતપરીક્ષા વગેરે અનેક ગ્રામાં કરેલું છે. ઉપકરણ વિષયક જ મુખ્ય વિવાદસ્થળ હોવાથી વાદિવેતાલ શ્રીમાન શાંતિસૂરિ મારાજા વગેરે મહાપુરૂષોએ શ્રીઉત્તરાધ્યયન બૃહદુવૃત્તિ, સ્યાદાદરત્નાકર વગેરે ટીકાગ્રન્થોમાં ઉપકરણવાદ જ ખુબ ચર્ચે છે અને શાસ્ત્રીય પાઠ તેમજ સંખ્યાબંધ યુકતઓ વડે દિગમ્બરોનું ખંડન કર્યું છે.
ઉપકરણ એ શબ્દના તેમજ “અધિકારણું એ શબ્દના અર્થ તરફ ખ્યાલ કરીશું તે દિગમ્બરોનું ‘ઉપકરણ માત્ર એ અધિકરણ છેઈત્યાકારક મન્તવ્ય કઈ પણ રીતે યુકિતયુકત નહિ જ લાગે. રોપારાય તે પ્રતિદુપરારાકૂ ધર્મજ્જ દિ તાધનમતોડધિજામાહાઈન || ૨ |’ ‘જે સંયમમાં ઉપકારક છે તે
ઉપકરણ” કહેવાય છે, ધર્મનું તે સાધન છે. તેથી જે અન્ય અર્થાત્ જે સંયમપકારક તેમ જ ધર્મનું સાધન નથી તે “અધિકરણ કહેવાય છે, એમ અરિહંત પરમાત્માઓએ કહ્યું છે. આવા તેઓનાં જ વચને, તત્ત્વાર્થસૂત્રમાં આપેલ પંચ પ્રકારના નિર્ગળે પૈકી ઉપકરણ કુશલ” સંબંધી વિવેચન તેમજ મૂલાચાર વગેરે અનેક ગ્રન્થોમાં સ્થલે સ્થલે આપવામાં આવેલ આદાનનિક્ષેપ સમિતિનું સ્વરૂપ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તે પિતાના જ શાસ્ત્રોથી કમંડલુ, મોરપિછી વગેરે ઉપકરણની માફક કપડે, એલપક વગેરે સંયમોપકારક ઉપકરણ નહિ રાખવાનો કદાગ્રહ છુટી જાય.
ત્રિલોકનાથ શ્રીમાન જિનેશ્વરની પૂજા સંબંધી વિધાનમાં પણ તેઓએ “તિલક ચક્ષુ ન ચઢાવવાં, આભૂષણાદિનું આરોપણ ન કરવું, ચન્દનાદિનું વિલેપન ન કરવું' ઇત્યાદિ અનેક મન કલ્પિત ભિન્નતાઓની સ્થાપના કરી છે, પરંતુ તે દિગમ્બરાસ્નાયના જ “શ્રાવકચાર, જિનસંહિતા, વસુનંદીજનસંહિતા, આરાધના કથાકેલ, ઐક્યસાર, તત્ત્વાર્થ રાજવાર્તિક, પદ્મનંદીત અષ્ટક” વગેરે ગ્રન્થનું નિષ્પક્ષપાતપણે અવલોકન કરવામાં આવે તે પિતાના જ ગ્રન્થની સાક્ષિઓથી શ્વેતામ્બરેથી ભિન્ન પુજા સંબંધી મન્તવ્યોનું આપોઆપ નિરસન થઈ જાય.
આ સર્વ વિવાદસ્થળેનો નિરાસ પ્રાચીન આયાર્યમહારાજાઓએ ઉપર જણાવ્યા પ્રમાણે અનેક ગ્રન્થોમાં ઘણા જ વિસ્તારથી કર્યો છે. શ્રીમાન આત્મારામજી મહારાજે પણ
શ્રીતત્વનિર્ણયપ્રાસાદમાં પણ હિંદી ભાષામાં આ વિવાદસ્થલે ઠીક ઠીક ચર્ચા છે. એટલે Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org