________________ Errorl Reference source not found. Error! Reference source not found. આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 1 960 આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ વર્ષ 22 થી 34 પર્યત વયક્રમમાં શ્રીમદૂના કેટલાક અંગત અભિપ્રાયો આવી જાય છે. તે ઉપરાંત તેમનું આત્યંતર પરિણામ અવલોકન (Introspection) લખેલ ત્રણ હાથનોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ. હાથનોંધમાં સ્વાલોચનાથી ઉદ્ભવેલા પૃથ-પૃથક ઉગારો સ્વઉપયોગાથે ક્રમરહિત લખેલા છે. આ હાથનોંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એકના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ 1890 નું, અને બીજામાં 1896 નું ‘કૅલેન્ડર' છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી બન્નેનાં કદ ઇંચ 744.5 છે; અને અહીંવાળીનું કદ ઇંચ 6.75 44 છે. 1890 વાળીમાં 100, 1896 વાળીમાં 116, અને ત્રીજી અહીંવાળીમાં 60 પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ઘણું કરી એકે લેખ ક્રમવાર નથી. દ્રષ્ટાંત તરીકે, 1890 વાળી હાથનોંધમાં લખવાનો પ્રારંભ બીજા પાના(ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ’ એ મથાળા નીચેનો લેખ જોતાં થયો જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ 1890 અથવા વિક્રમ સંવત 1946 માં લખાયો હોય એમ સંભવે છે. આ પ્રારંભલેખ બીજા પાના-ત્રીજા પૃષ્ઠ-માં છે, જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે 21 મા પૃષ્ઠમાં સંવત 1951 ના પોષ માસની મિતિનો લેખ છે. ત્યાર પછી 62 મા પૃષ્ઠમાં સંવત 1953 ના ફાગણ વદ 12 નો લેખ છે અને 97 માં પૃષ્ઠમાં સંવત 1951 ના માહ સુદ 7 નો લેખ છે; જ્યારે 130 મા પૃષ્ઠમાં જે લેખ છે તે સંવત 1947 નો સંભવે છે કેમકે તે લેખનો વિષય દર્શન-આલોચનારૂપ છે. જે દર્શન-આલોચના સંવત 1947 માં સમ્યગ્દર્શન (જુઓ હાથનોંધ પહેલીનો આંક 31 ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકારયું રે-) થવા પૂર્વે હોવા યોગ્ય છે. વળી 1896 એટલે સંવત 1952 વાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫ર વાળી નવી હાથનોંધ છતાં 1890 (1946) વાળી હાથનોંધમાં સંવત 1953 ના લેખો છે. સંવત 1952 (1896) વાળી હાથનોંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે 1896 વાળીમાં 27 પાનાં વાપર્યા છે, અને ત્યાર પછી તમામ કોરાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખો છે. જેમ સંવત 1896 વાળી મેમોબુકમાં સંવત 1954 ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે 1890 વાળીમાં સંવત 1953 ના જ લેખ હશે અને ત્યાર