________________ Errorl Reference source not found. Error! Reference source not found. પછીના નહીં હોય એમ પણ કહી શકવું શક્ય નથી. તેમ ત્રણે મેમોબુકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ કોરાં પડતર છે; અર્થાત એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમોબુક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ક્વચિત સ્વાલોચના પોતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખો વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમોબુક-લેખો સ્વાલોચના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનોંધોને ‘આભ્યન્તરપરિણામઅવલોકન’ એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલોચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમંદતા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય જીવોના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શનોદ્ધાર યોજનાઓ આદિ સંબંધે અનેક ઉગારો છે, જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા(સંજ્ઞા)માં છે. હાથનોંધ-૧ [હાથનોંધ 1, પૃષ્ઠ 1 ]. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. 1 સંવત 1977 માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન’ ' , સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. 1. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. 2. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. 3. જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘાણંદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 4. તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. 5. એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 6. એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 7. તે પાંચે ઇંદ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી, પણ તેનાથી પર છે, ઇત્યાદિ.