________________ Errorl Reference source not found. Error! Reference source not found. 4 થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને અંતરાય અંતરાય શો ? કરવા માટે તત્પર થાય એટલે થયું. વૃદ્ધ :- તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમત થઉં છું. વૃદ્ધ :- આ ‘પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘દુ' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. '0' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. '8-9-10' તેના કરતાં ક્રમે ઉજ્વળ, પણ તે જ જાતિના છે. ‘૧૧'ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમે મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે ? વૃદ્ધ :- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. '13-14' તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. '13' યત્કિંચિત આવે, પણ 'પૂ૦ક0 હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. (નેપચ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું.” ચાલો. 4 થી 11- 12 સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું, અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધ મારા મનોગત ભાવ જાણીને કહ્યું- એ જ તમારો કલ્યાણમાર્ગ. જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. ઊઠીને ભળી ગયો. (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ) 1 પૂર્વકર્મ.