________________ Errorl Reference source not found. Error! Reference source not found. એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? “એને આમંત્રણઅનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે.’ એ મને બતાવો. એકદમ-બહુ ત્વરાથી. ‘તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.’ અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ.........અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. ‘ક્રમે કરીને થઈ શકશો.” તે ક્રમ બમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઈએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.” “થવું નહીં સંભવે” એ તમારાં વચન તમે પાછાં લો. ક્રમ ત્વરાથી બતાવો, અને તે પદમાં તુરત મોકલો. ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.” ઇછ્યું કે તેઓ આવ્યા; તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.” એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં 4-5-6-7-8-9-10-12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગયું તેના જ આરાધક યોગીઓ છે.