________________ Errorl Reference source not found. Error! Reference source not found. બેઇંદ્રિય જીવો કેમ આવ્યા નથી ? (નેપચ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. તેઓ બિચારાંને કેટલું બધું દુઃખ છે ? તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્ય, એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જમ્યો. (નેપથ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યક હતું ? હા.” સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુઃખી કેમ દેખાય ? ‘દુ:ખી હોય તે દુ:ખી, અને સુખી હોય તે સુખી દેખાય.” ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ? ‘જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે.’ ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું ? ‘નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ.’ ચાલો ત્યારે તે ઇદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યફદ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. આત્યંતર પરિણામ અવલોકન પણ, નેપચ્ય)- આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. ‘જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.”