________________ Errorl Reference source not found. Error! Reference source not found. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન સ્વરૂપે અંતર્મુહર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગમાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગમાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તોપણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. 40 [ હાથનોંધ 1, પૃષ્ઠ 96 ] ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે. એવો નિશ્ચય રહે છે. તે યોગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે. 41 [ હાથનોંધ 1, પૃષ્ઠ 97 ] માહ સુદ 7 શનિવાર - વિક્રમ સંવત 1951 ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે. 42 [ હાથનોંધ 1, પૃષ્ઠ 98 ] अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं /