________________ Errorl Reference source not found. Error! Reference source not found. 43 [ હાથનોંધ 1, પૃષ્ઠ 100 ] કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. 44 [ હાથનોંધ 1, પૃષ્ઠ 101 ] હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જોકે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તોપણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદદ્રષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! 45 [ હાથનોંધ 1, પૃષ્ઠ 102 ]. હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ !