________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 1, પૃષ્ઠ 92] જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમકે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વ? કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. 39 [હાથનોંધ 1, પૃષ્ઠ 93 ] મૌનદશા ધારણ કરવી ? વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો ? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દ્રષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ? કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે - એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 94 ]