________________ તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક, નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરૂ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए; पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ