________________ 772 કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે વવાણિયા, ચૈત્ર સુદ 10, સોમ 1953 ૐ સર્વત્તાય નમઃ કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ કંઇ પણ તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદગલ વિસ્તારમાં પ્રસરી જઇને અથવા ખસી જઇને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદ્રષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઇ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરુષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાંતિક દ્રષ્ટિથી કેટલીક હાનિ કરે, તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઇ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેનો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તોપણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દ્રષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઊપજવા યોગ્ય દ્રષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેનું વિશેષ કારણ દેખાય તો નિરવદ્ય ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી; અને બીજા નિગ્રંથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્યાદિ કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત જેમ ઔષધાદિનાં પુગલમાં રોગાદિનાં પુગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ