________________ છદ્રસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બન્ને સાથે થાય છે. અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર'. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની પુરુષને નિરોધ થાય તેનું નામ ‘પરમ સમ્યફચારિત્ર' વીતરાગોએ કહ્યું છે. મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવય મુનિઓ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરૂના ઉપદેશથી જાણવું યોગ્ય છે. [અપૂર્ણ)