________________ પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. 141 દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. 142 પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! 142 સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.