SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. 136 સદગુરૂઆજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ચા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. 137 મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. 138 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત એ ગુણો વિના મુમુક્ષપણું પણ ન હોય. 138 મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. 139 મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. 139 સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. 140 સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચા જ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. 140 સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141
SR No.330842
Book TitleVachanamrut 0718 3 Atma Siddhi Gatha 074 to 102
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy