________________ ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.