________________ 701 અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં રાળજ, શ્રાવણ વદ 13, શનિ, 1952 ‘અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે; અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય.’ એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે, તો તે ‘અસ્તિકાય’ કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેવાં બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે ‘અસ્તિકાય’ (પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એકપર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. 2. મૂળ અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ ‘ષદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં 141 થી 143 સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો. 3. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિરૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે બંધાય છે, તે વરાળાદિ રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણે પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યું પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બેજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી, કેટલાંક બીજની સંભવે છે. 5. ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા