________________ છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે; તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. સૂર્યને લીધે જે દિવસરાત્રીરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગરૂઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, ‘પુગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો’ એમ લખાયું છે, તેમ મૂળ નથી. ‘પદુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો’ એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદગલગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી ‘જસુ’ એટલે જેની (આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.