Book Title: Vachanamrut 0698
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 698 જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે મુંબઈ, શ્રાવણ સુદ 5, શુક્ર, 1952 જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે, અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને અસ્તિકાય કહ્યો નથી; તેનો શો હેતુ હોવો જોઈએ ? કદાપિ કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ યુગલ તેવી યોગ્યતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે; તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે, જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વજ્ઞને ત્રણ માળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી,’ એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે : જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી. જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજુ નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં, જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્ટ વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે, તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો

Loading...

Page Navigation
1