________________ કરેલાં એવાં તે જીવોનાં પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી. અત્રે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે. તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકાવું દુર્લભ છે. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે. તેમનું મન ન દુભાઈ શકે, અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાન હાનિ ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, તથાપિ તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં, ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ સંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મપ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. આ૦ સ્વ૦ પ્રણામ.