Book Title: Vachanamrut 0512 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 512 “ભગવાને, ચૌદ રાજલોકમાં કાજળના ઝૂંપાની મોહમયી, અસાડ સુદ 15, ભોમ, 1950 શ્રી સૂર્યપુરસ્થિત, શુભેચ્છા પ્રાપ્ત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયોગ્યપૂર્વક વિનંતિ કે, - કાગળ એક પ્રાપ્ત થયો છે. ભગવાને, ચૌદ રાજલોકમાં કાજળના ફૂપાની પેરે સૂક્ષ્મએકેંદ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જે જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં એવાં કહ્યાં છે. તે જીવને ઔદારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિઆદિ-વ્યાઘાત થતો નહીં હોય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિઆદિ-વ્યાઘાત નહીં થતો હોય ? જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિઆદિ-વ્યાઘાત કેમ ન પામે ?' એ પ્રકારનું પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું છે. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે, એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જિને કહ્યો છે. કાર્મણ, તૈજસ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક, ફક્ત વાટે વહેતા જીવને કાર્મણ, તૈજસ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાર્મણ, તૈજસ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યોગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મએકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિઆદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે, પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિઆદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારનાં છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે; અર્થાત્ સાધારણ સંબંધ થાય એમ કહીએ તોપણ અગ્નિ, શસ્ત્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવો અગ્નિ, શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. જો તે જીવોની અવગાહના મહત્વવાળી હોય અથવા અગ્નિઆદિનું અત્યંત સૂક્ષ્મપણું હોય કે જે તે એકેંદ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, તો તે એકેંદ્રિય જીવને વ્યાઘાત કરવાને વિષે સંભવિત ગણાય, પણ તેમ નથી. અહીં તો જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્વ છે, તેથી વ્યાઘાતયોગ્ય સંબંધ થતો નથી, એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા ઉપાર્જિતPage Navigation
1