________________ તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભતિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત્ થાય છે. ઈશ્વરેચ્છા ! પ્રણામ પહોંચે.