Book Title: Vachanamrut 0465
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 465 અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુંબઈ, શ્રાવણ વદ 5, 1949 પરમસ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂઝયો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે. તેથી વિશેષ પરિણામ પામ્યો નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું, અને કયા ક્ષેત્રે જઈ સ્થિતિ કરવી, તે વિચાર હજુ સુધી સૂઝી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી. ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યતમાં ઘણા પ્રકારનો ઉપાધિજોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિજોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજોગ થાય છે. અમે તો તે ઉપાધિજોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ, અને તે તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકત્વને વિષે અર્થાત બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે, એમ તો સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવો; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી. આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા આત્મા,” તેનો વિચાર, જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાસ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષના સિદ્ધાંત,

Loading...

Page Navigation
1