________________ 450 જીવ તું શીદ શોચના ધરે ? મુંબઈ, જેઠ સુદ 15, ભોમ, 1949 જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.” - દયારામ પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોગે ફુરણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યકુદ્રષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે, અને જો તેવી ઇચ્છા થઈ તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે, છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યકપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી. જે સમ્યકજ્ઞાનીપુરુષોથી સિદ્ધિજોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે તે જ્ઞાનીપુરુષના કરેલા સંભવતા નથી, સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યફદ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન ક્રુરી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાનીપુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફર્યો જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજોગ પરિણામી હોય છે, તે જ્ઞાનીપુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્કુરિત થઈ, મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિજોગ