________________ અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ‘ચૈતન્યઘન જીવ’ તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે, કે જે પુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થકરાદિ જ્ઞાનીએ ‘વક્તવ્ય’ અને ‘અવક્તવ્ય’ એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં ‘અવક્તવ્ય’ જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે.