________________ 422 ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે મુંબઈ, કારતક સુદ, 1949 ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે, જેથી તમારાં કેટલાંક પત્રોની પહોંચ માત્ર લખવાનું બન્યું છે. જિનાગમમાં આ કાળને ‘દુષમ’ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે ‘દુષમ’ શબ્દનો અર્થ ‘દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો’ થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુષમ’ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશય આરાધી શકે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરૂનો યોગ બને, અને તે પણ ક્વચિત બને. ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સગુરૂ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદુગરૂ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ ક્વચિત સત્સમાગમનો યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કપ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કયો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથન માત્ર