SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.) હૃદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ (તમને) છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, તે મત્તિથી તે આત્મસ્વરૂપ પરષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હૃદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. ‘ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તોપણ અત્ર કંઈ હાનિ નથી, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે; એટલે તે દ્રષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લોકદ્રષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહત પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ-સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે. ‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.' આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંતવાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જિનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી, ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? 1 જુઓ આંક 387 અર્થ માટે.
SR No.330514
Book TitleVachanamrut 0394
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy