________________ 365 ‘પ્રાણવિનિમય’ નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; મુંબઈ, વૈશાખ સુદ 11, શનિ, 1948 આજે પત્તે પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. ‘પ્રાણવિનિમય’ નામનું મેરામેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે, એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે, અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. સંસ્વરૂપપૂર્વક નમસ્કાર,