________________ ‘શાંતસુધારસમાં કહેલી ભાવના, ‘અધ્યાત્મસાર’માં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. ‘આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા નિત્ય છે” એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા ભોક્તા છે એમ જે પ્રમાણથી જણાય, “મોક્ષ છે’ એમ જે પ્રમાણથી જણાય, અને ‘તેનો ઉપાય છે’ એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. ‘અધ્યાત્મસાર’માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે.