________________ કોઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે, અને તે માટેનો શોચ રહ્યા કરે છે. લિ૦ વીતરાગભાવના યથાયોગ્ય