SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ ‘અપને અપને રૂ૫, કોઉ ન ટરતુ હૈ;' પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,’ દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ‘ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. જોકે, જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. આપનું પતું 1 ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ; અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા લખશો. આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાતું નથી. વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે. એટલે ઉપાય નથી. લિ૦ યથાર્થ બોધસ્વરૂપના ય૦
SR No.330437
Book TitleVachanamrut 0317
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy