________________ 8, ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે યોગ્યતા આવ્યું તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય ? આ વગેરે વાર્તા પ્રસંગ પ્રાપ્ત કરી ચર્ચવી, એકેક વાર્તાનો કંઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળ્યું બીજ પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી. ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે. ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુગમતા એકેની ન હોય તો એકેય ન પૂછવી; તેમ આ વાર્તાનો પ્રેરક કોણ છે ? તે જણાવવું નહીં. ખંભાતથી ભાઈ ત્રિભોવનદાસની અત્ર આવવાની ઇચ્છા રહે છે, તો તે ઇચ્છામાં હું સમત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સમતિ છે, એમ લખશો. તમે કોઈ મને મળવા આવ્યા છો, એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યાવહારિક નિમિત્ત હોય તો જરૂર તે ખીમજીને મોઢે પ્રગટ કરવું. આ બધું લખવું પડે છે, તેનો ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિયોગ છે. ઈશ્વરેચ્છા બળવાન છે, અને સુખદાયક છે. આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે. વારંવાર ઊગે છે કે અબંધ, બંધનયુક્ત હોય ? તમે શું ધારો છો ? વિ. રાયચંદના પ્રણામ.