________________ 180 દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષણ - અમરવરના આનંદનો અનુભવ - ઇશ્વરી નિયમનનો ભંગ - ‘આ કાળમાં મોક્ષ નો સ્યાદ્વાદ - સ્યાદ્વાદવાણીની સિદ્ધિ - અમૃતની સચોડી નાળિયેરી - આનો સંગ થયા પછી નિર્ભય રહેતાં શીખવું મુંબઈ, માગશર સુદ 4, સોમ, 1947 પરમ પૂજ્ય શ્રી, ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્ય અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. 'મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડો તો સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઇચ્છે છે, તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઇશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ? રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે, એક ‘તુંહિ તૃહિ’ મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય.” " આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.” આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.” “આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય.” " આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મોક્ષે ન જ જાય ? ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું, આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા ? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો : આ કાળમાં 1 મુનિ દીપચંદજી.