________________ 167 હરિ ઇચ્છા સુખદાયક જ છે. મુંબઈ, કારતક સુદ 12, રવિ, 1947 સત્ હરિ ઇચ્છા સુખદાયક જ છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે, તે પરમતત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. ત્રિભોવનનું પતું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો. ધર્મજ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે, અર્થાત તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશો. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવો. મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવો; જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઇચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે તિથિએ આવશે. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ. તેમનો સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડા વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિપ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. (એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન બોલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દ્રષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા. તે પછી થોડે વખતે બોલવું. અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે, બે પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની