________________ ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે. ધર્મ જ જેનો વિહાર છે. ધર્મ જ જેનો નિહાર |છે. ધર્મ જ જેનો વિકલ્પ છે. ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ? ઇચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેહભાવને ઘટાડજો. વિ. રાયચંદના યથોચિત.