________________ નહીં તો શિક્ષણ મિથ્યા ઠરશે. જીવન શું છે? જીવ શું છે ? તમે શું છો ? તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશો ? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ? તે ક્યાં ક્યાં કેમ કેમ છે ? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહ વિકટ છે, નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હે જીવ ! તું ભૂલ માં. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર.