________________ 90 અદભૂત યોજના: ધર્મ બે પ્રકાર (1) સર્વસંગપરિત્યાગી. (2) દેશપરિત્યાગી - જ્ઞાનનો ઉદ્ધાર - નિગ્રંથ ધર્મની યોજના મતમતાંતરની વિચારણા મુંબઈ, કારતક, 1946 બે પ્રકારે વહેંચાયેલો ધર્મ, તીર્થંકરે બે પ્રકારનો કહ્યો છે : 1. સર્વસંગપરિત્યાગી. 2. દેશપરિત્યાગી. સર્વ પરિત્યાગી : ભાવ અને દ્રવ્ય. તેનો અધિકારી. પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ. પાત્ર - વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણામિક ભાવ ભણી જોવું. ક્ષેત્ર - તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ બે. કાળ અધિકારીની વય, મુખ્ય વર્તતો કાળ. ભાવ - વિનયાદિક, તેની યોગ્યતા, શક્તિ. તેને ગુરૂએ પ્રથમ શું ઉપદેશ કરવો ? ‘દશવૈકાલિક', ‘આચારાંગ' ઇત્યાદિ સંબંધી વિચાર; તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇ0 નિત્યચર્યા - વર્ષ કલ્પ. છેલ્લી અવસ્થા.