________________ ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.