________________ જ્યાં જ્યાં તે તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અકર્તા છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય ? આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું ? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમજ્ય શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એકદેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ?