________________ 62 પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા - ધ્યાવન સપુરુષની વિનયોપાસનાથી - ધોરી વાટ ધર્મધ્યાન - ધર્મધ્યાનની પ્રાપ્તિ, ભેદ અને ભૂષણ - વાસનાજયથી આત્મલીનતાતેના સાધન, શ્રેણી, વર્ધમાનતા - સઘળાનું મૂળ વવાણિયા, વૈશાખ સુદ 12, 1945 સપુરુષોને નમસ્કાર પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિર્ગથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષો - નિર્ગથમતના - લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સપુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છટ્ટે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે ! એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે : 1. મૈત્રી- સર્વ જગતના જીવ ભણી નિર્વેરબુદ્ધિ. 2. પ્રમોદ- અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા. 3. કરુણા- જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. 4. માધ્યસ્થ કે ઉપેક્ષા- શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.