________________ 97. આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જણે વેદી નથી તે સદગુરૂ થવાને યોગ્ય નથી. 98. કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. 99. આત્માનો ધર્મ આત્મામાં જ છે. 100. મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. 101. હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાગું નથી. 102. નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. 103. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ. 104. બહ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. 105. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ૦-એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! 106. ગજસુકુમારની ક્ષમા અને રાજમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. 107. ભોગ ભોગવતાં સુધી જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો ! 108. સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. 109. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. 110. પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. 111. ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. 112. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. 113. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. 114. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (જો નિર્જરામાં આવે તો.) 115. કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. 116. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભૂમાવે છે. 117. અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. 118. તું સપુરુષનો શિષ્ય છે.