________________ 75. ભગવતીમાં કહેલી પદગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. 76. વીરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. 77. સમ્યફનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. 78. કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી [કુદરત તે પૂર્વિતકર્મ. 79. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. 80. ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્વદ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. 81. જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે. 82. કૃતજ્ઞતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી. 83. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! 84. વસ્તુને વસ્તુગતે જુઓ. 85. ધર્મનું મૂળ વિ. છે. 86. તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. 87. વીરના એક વાક્યને પણ સમજો. 88. અહંપદ, કૃતઘ્નતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. 89. સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. 90. દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. 91. અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું. 92. સ્યાદવાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. 93. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. 94. અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. 95. આ કાળમાં આટલું વધ્યું:- ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. 96. તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગીધર્મ બોધી શકું ખરો. 3 શતક 11, ઉદ્દેશ ૧૨માં.